વધારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. મહેસાણાના ધોબીઘાટ નજીકના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છાપરામાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા જેના કારણે લોકોને ભારે પરેશાની થઇ હતી. ભારે વરસાદના કારણે અંબાજીનો રીંછડી ડેમ ચોથી વાર ઓવરફલો થયો હતો. ડેમ ઓવરફલો થતા ખેતરોમાં પાણી ભરાયા હતા.